લખેલું છે 🌹 સાંખી સાથે 🌹જોયો ગોકુળમાં માખણનો ચોર 🌹 સાંભળવાનું ગમશે🌹 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પર..
રાગ: તેરે ઘર આયા મેં આયા
જોયો ગોકુળમાં માખણનો ચોર
ગોકુળમાં એનું જબરું છે જોર........હો...હો...હો
રંગે છે કાળો પણ લાગે કામણગારો
મારગમાં કરતો એ આંખલડી નો ચાળો
સામો આવીને એ નાચે છે છુમ છૂમ છુમ
નંદજીનો લાલો રાધાજી નો પ્યારો
મોહન મોરલી વાળો જશોદાનો લાલો. (૨)
અણધાર્યો એ આવતો ગોવાળોને લાવતો
રોજ માંગે દાણ તોબા.....તોબા
આવી ધુન મચાવતો આખું ગામ ગજાવતો
કાનુડો એ કાન તોબા.......તોબા
એને કોણ પુછે એ માખણ સૌના લુંટે
સામો આવીને એ નાચે છે છુમ છૂમ છુમ
નંદજીનો લાલો રાધાજી નો પ્યારો
મોહન મોરલી વાળો જશોદાનો લાલો (૨)
કુંજગલીમાં આવતો વાંસલડી વગાડતો
જશોદાનો લાલ તોબા.......તોબા
વૃંદાવનની વાટમાં ઘોર અંધારી રાતમાં
રાસ રચાવે કાન તોબા.......તોબા
એને કોણ રોકે એને કોણ ટોકે
સામો આવીને એ નાચે છે છુમ છૂમ છુમ
નંદજીનો લાલો રાધાજી નો પ્યારો
મોહન મોરલી વાળો જશોદાનો લાલો
જોયો ગોકુળમાં માખણનો ચોર
ગોકુળમાં એનું જબરું છે જોર. હો હો હો
........................ સાંખી......................
હે.......... રાધા રાણી ગયતી પાણી આટલી રુપાળી તને નથી જાણી
કાનજી કાળાં કામણગારા દહીંના ઢોળા ફોડનારા જીરે (૨)
હે........વાકળયા વાળ તારા ગોરા ગોરા ગાલ તારી અણિયારી છે આંખલડી
જશોદાના લાલ રાખો સૌની ઉપર વ્હાલ એવા ગોકુળ આવો ગિરધારી રે જી રે (૨)