Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTB2AXc9VpasBFTe3fDDhBgs
See other Krishna Kirtan Playlist :
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTClj-UDBKcP71rOK4rdM1MJ
See other Ramdevpir kirtan:
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTAmOBW5_0y85spYAKAnXUCj
See other Guru Bhakti Kirtan:
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTA1ceGaDY8xAUm9KLyQvutz
See Other Mahadev's Kirtan:
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTDi3gmBDrmMfMkMXZuFZoEf
See Other Shree Ram's Kirtan:
https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTAa-lT7ls0-5cNb7DK7sjsp
======== સીતાજીની સાડી ======
સુરત માં સીતાજી ની સાડી બનાવી
મોંઘા તે મુલ ની બની સાડી રે સીતાજી ની સુંદર સાડી
ચૌદ ભાષામાં એમાં રામ નામ લખીયાં
રામાયણ ની પાડી એમાં ભાત સીતાજી ની સુંદર સાડી
પ્રથમ પેલાં તો એમાં બાલ કાંડ લખિયો
રામજી ની બાળલીલા એમાં દરશાણી
રામ લક્ષ્મણ ઋષિ સાથે ગયા સીતાજી ની સુંદર સાડી
તાડકા ને મારી રામે અહલ્યા ઉગારી
જનકપુરીમાં રામે શિવનું ધનુષ તોડ્યું
સીતાજી પેરાવે વરમાળા સીતાજી ની સુંદર સાડી
અયોધ્યા કાંડ એમાં બીજો લખાણો
રામ રાજ તીલક ની તો કરી તૈયારી
કૈકઈ માં એ બાજીને બગાડી સીતાજી ની સુંદર સાડી
રામ લક્ષ્મણ સીતા ત્રણેય વનમાં રે હાલ્યા
ગૃહ રાજા યેં રામ ચરણને પખાડીયા
રામને ગંગા પાર ઉતાર્યા સીતાજી ની સુંદર સાડી
ભરતજી વનમાં રામને મળવાને આવ્યા
ભાઈ ભારતને રામ ભાવેથી ભેટિયા
પાદુકા ભારતને રામ આપે સીતાજી ની સુંદર સાડી
ત્રીજો અરણ્યા કાંડ એમાં રે લખિયો
પંચવટીમાં રામે મઢુલી બનાવી
સીતાએ બનાવી ફૂલવાડી સીતાજી ની સુંદર સાડી
શૂરપંખા કપટ કરી આવી છે વનમાં
નાક અને કાન એના કાપે લક્ષ્મણજી
ખરદૂષણને રામ મારે સીતાજીની સુંદર સાડી
માયાવી સોના મૃગ બનીને આવીયો
માતા સીતાજી એ એને નજરે ભાળીયો
મૃગલાને મારવા રામ દોડે સીતાજી ની સુંદર સાડી
સાધુનો વેશ લઈને રાવણ આવયો
સાધુને ભિક્ષા દેવા આવ્યા સીતાજી
રાવણ હરણ કરીને હાલ્યો સીતા જી ની સુંદર સાડી
રામ લક્ષ્મણ સીતાજીને ગોતવાને હાલ્યા
ઘાયલ જટાયુ વનમાં રામ રામ બોલે
જટાયુ ને મોક્ષ રામે દીધો સીતાજી ની સુંદર સાડી
શબરીની ઝૂંપડીએ રામજી પધાર્યા
શબરીના મીઠા બોર રામે આરોગ્યા
શબરી ને નવધા ભક્તિ આપી સીતાજી ની સુંદર સાડી
ચોથો કિષ્કિન્ધા કાંડ એમાં લખાણો
રામને લક્ષ્મણજી હનુમાનને મળીયા
મિત્ર સુગ્રીવના રામ બન્યા સીતાજી ની સુંદર સાડી
સાત તાડ વીંધી વાલી વાનરને માર્યો
સુગ્રીવને કિષ્કિન્ધાનું રાજ રામે દીધું
હનુમાનજી લંકામા હાલ્યા સીતાજી ની સુંદર સાડી
પાંચમો તે સુંદર કાંડ એમાં લખિયો
હનુમાનજી લંકાગઢમાં પધાર્યા
લંકામાં સીતાજીને ગોતે સીતાજી ની સુંદર સાડી
વિભીષણ રામ રામ બોલે સીતાજી ની સુંદર સાડી
અશોકવાટિકામાં સીતાજી ને જોયાં
રામની મુદ્રિકા માતા સીતાને આપી
સીતાજીએ આશીર્વાદ દીધા સીતાજી ની સુંદર સાડી
રાવણની બાગમાં આવ્યા હનુમાનજી
ઝાળ ને જંજેડી ફળ ખાધા હનુમાનજી
રાવણની બાગને ઉજાળી સીતાજી ની સુંદર સાડી
રાવણ હનુમાનને સજા આપે
હનુમાનને પુછડે રાવણ આગ લગાડે
સોનાની લંકામાં લાય લાગે સીતાજીની સુંદર સાડી
છઠ્ઠો તે લંકા કાંડ એમાં લખિયો
રામે રામેશ્વરની સ્થાપના રે કીધી
સમુદ્રમાં પાળ રામે બાંધી સીતાજી ની સુંદર સાડી
વાનર સેના સાથે લંકામાં આવ્યા
રાજા રાવણ ને રામે રે માર્યો
વિભીષણ ને લંકા રાજ દીધું સીતાજી ની સુંદર સાડી
રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી
સીતા સહીત રામ અયોધ્યામાં આવ્યા
અયોધ્યાના રાજા રામ બન્યા સીતાજી ની સુંદર સાડી
સાતમો તે ઉત્તર કાંડ એમાં લખિયો
ધોબીનાં મેણાં રામે સાંભળીયા
સીતાજીનો ત્યાગ રામે કર્યો સીતાજી ની સુંદર સાડી
લક્ષ્મણ વનમાં મેલવાને હાલ્યા
ઋષિ આશ્રમમાં સતી સીતાજી રહેતા
જંગલની ઝૂંપડીમાં લવ કુશ જનમિયા
સીતાજી તો લાડ લડાવે સીતાજી ની સુંદર સાડી
આઠમો તે લવકુશ કાંડ એમાં લખિયો
અયોધ્યામાં રામે યજ્ઞ આદરિયો
યજ્ઞનો ઘોડો લૂવકુશ બાંધે સીતાજી ની સુંદર સાડી
વાલ્મિક લૂવકુશને લઈને અયોધ્યામાં આવ્યા
લૂવકુશ રામસીતાની રામાયણ ગાતા
નરનારી અચરજ પામે સીતાજી ની સુંદર સાડી
પાછા પ્રમાણ માતા સીતાના લેતા
સતી સીતા તો ધરતીમાં સમાણા
લૂવકુશ કરતા રુદન સીતાજી ની સુંદર સાડી
ભક્તિના ભાવથી સાડી બનાવી
ધન્ય સુરતના સર્વે કારીગરને
રામ રહે એના ઉપર રાજી સીતાજી ની સુંદર સાડી
સીતાજીની સાડી ભાવે સત્સંગ મંડળ ગાય છે
ભાવેથી ગાય એ હૈયા હરખાય છે
રામસીતાનો બોલે જયજયકાર સીતાજી ની સુંદર સાડી
સુરત માં સીતાજી ની સાડી બનાવી
મોંઘા તે મુલ ની બની સાડી રે સીતાજી ની સુંદર સાડી
#mahilamandal #ayodhya #sitaji #viralsong #સત્સંગ #gujaratikirtan #ayodhyarammandir #ramayan #shreeram #viral #ramayana #ramkirtan