MENU

Fun & Interesting

ભજન નીચે લખ્યું છે.હોલીના રસિયાનું સુંદર ભકિતમય નવા રાગમાં ગાયું.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ. વડોદરા

pinal patel 1,832 lượt xem 2 days ago
Video Not Working? Fix It Now

ઉડે છે અબીલ ગુલાલ રે ચાલો જોવાને જઈએ.આ ભજન સાંભળીને ખુબ આનંદ થશે.અંત સુધી જોશો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો.નવા નવા હોલીના રસિયા સાંભળવા માટે જરૂર થી
subscribe કરવા વિનંતી છે બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ 9429196703
હર્ષા પટેલ 8401325541
--------------------------- ભજન--------------------------
રાગ-- આરોગો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી
હોળી ખેલે નંદલાલ રે ચાલો જોવાને જઈએ (2)
ઉડે છે અબીલ ગુલાલ રે ચાલો જોવાને જઈએ
સાંવરીયો આજ બન્યો મસ્તાનો
રાધાની સંગે ખેલે જશોદાનો કાનો
મોર મુંગટ તિલક ભાલ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ રે..........
ભરી પીચકારી તન પર ડારે
જળ ભરવા જાઉં ત્યારે યમુના ને આરે
પાલવ પકડે ગોપાલ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ .............
ઘર ઘરથી ગોપી રમવાને આવી
કેસર ચંદન ઘોળીને લાવી
ઘેરી લીધા વ્રજલાલ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ રે..........
સૌને જાદુ કરી રંગમાં રોળ્યા
કંઈક ના ચીર ને ચુંદડી ભીંજવીયા
સાથે લઈ ગ્વાલ ને બાલ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ રે..........
કોઈ રંગ રસિયાને રંગે રમાડે
કોઈ ભકિત રસના ભોજન જમાડે
વૈષ્ણવ બજાવે ઝાંઝ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ રે ચાલો જોવાને જઈએ
ઉડે છે અબીલ ગુલાલ રે ચાલો જોવાને જઈએ
હોળી ખેલે નંદલાલ રે ચાલો જોવાને જઈએ
હોલી કે રસિયા કી જય

Comment