હિમાલય ના પહાડ માં રે આજ માં શિવજી દેખાઈ છેll કીર્તન લખેલ છે ll જયશ્રીબેન બાલધા#shreeharisatsang
હિમાલય પહાડમાં રે આજ મને શિવજી દેખાય છે 🥰 ||👇 આપેલ છે || SHIV BHAJAN
આજ મને શિવજી દેખાય છે
_____🌹🙏🌹____
હિમાલયના પહાડમાં રે આજ મને શિવજી દેખાય છે
કેદારનાથ ધામમાં રે આજ મને શિવજી દેખાય છે.
તપોવન ભૂમી છે ને દેવોનો વાસ છે
એક એક કણમા રે આજ મને શિવજી દેખાય છે.
વાંકી ચૂકી શેરીઓને ઉંચા ઉંચા પહાડ છે.
ભકતોની ભીડમાં રે આજ મને શિવજી દેખાય છે
બરફના પહાડ છે ને વાયુ શિતળ વાય છે.
વરસાદના છાંટમાં રે આજ મને શિવજી દેખાય છે
ગૌરીકુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે
પાર્વતીના મંદિરમાં આજ મને શિવજી દેખાય છે
બદ્રીનારાયણ ધામ છે ને અલખ નંદા ઘાટ છે.
નારાયણના ધામમાં રે આજ મને શિવજી દેખાય છે
મુક્ત કાસી ધામ છે ભોળાનાથ નો વાસ છે
કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે
ઋષિકેશ ધામ છે ભગીરથી ધામ છે.
સંતોના સંગમાં રે આજ મને શિવજી દેખાય છે
હરિદ્રાર ધામ છે ગંગા ભરપૂર છે.
આરતીની જ્યોતમાં રે આજ મને શિવજી દેખાય છે
કૈલાસ રૂડું ધામ છે શિવજીનું ધામ છે
હિમાલયની ગોદમાં રે આજ મને શિવજી દેખાય છે
પાર્વતીની ગોદમાં રે આજ મને ગણેશ દેખાય છે
શિવજીની ગોદમાં રે આજ મને ભક્તો દેખાય છે
હિમાલયના પહાડમાં રે આજ મને ભક્તો દેખાય છે
જય ભોળાનાથ
ધન્યવાદ
🙏
#shreeharisatsang
#jayshreebenbaldha
#kirtan
#mahadev
#bhakti
#shivratri
#shivji