હાથે ત્રિશૂલ ને લલાટે આડ કરી રેએ તો પાર્વતી ના ભરથારll કીર્તન લખેલ છે ll જયશ્રીબેન બાલધા
#shreeharisatsang #jayshreebenbaldha
#shiv #newbhajan2024 #mahashivratri #shivratri #mahadev
હાથે ત્રિશૂલ ને લલાટે આડ કરી રે
____🙏🍁🙏____
હાથે ત્રિશૂલ ને લલાટે આડ કરી રે
એ તો પાર્વતી ના ભરથાર
તમે રટણ કરો ને શિવનામ ના રે
સતી કહે ભોળા તમે સાંભળો રે
મારે મહિયરિયે યજ્ઞ થાય મને
મહિયર જાવાના ઘણા કોડ છે રે
ભોળા કહે સતી તમે સાંભળો રે
તમને નથી તેડ્યા ને નથી નોતર્યા રે
વગર તેડયા મહીયર નો જવાય......
તમે રટણ....
સતી યે જીદ કરીને રથ જોડ્યા રે
રથ હાકયા પિતા ને દરબાર......
તમે રટણ.... ની
સતી એ ભરી સભા માં રથ ઉભા રાખ્યા રે
એને નો મળ્યા માન સન્માન..........
તમે રટણ ....
સતી ના માતા એ નવ બોલાવ્યા રે
સતી ના વીરા એ નવ બોલાવ્યા રે
સતી ના ભાભી નો લાગ્યા એને પાય..
તમે રટણ...
જ્યારે નાની બહેને મોટી બહેન ને પૂછ્યું રે
તમને કોણે તેડ્યાં ને કોને નોતર્યા રે
વગર તેડયા મહિયર નો જવાય.....
તમે રટણ....
સતી ભરી સભા મા ફરી વળ્યા
એને નો દીઠા શંકર ના સ્થાન.....
તમે રટણ...
સતી એ વૃદ્ધ ઋષિ ને પૂછ્યું રે
અમને બતાવો શંકર ના સ્થાન..
તમે રટણ...
એના પિતા એ યજ્ઞ કુંડ બતાવિયા રે
સતી હોમાયા યજ્ઞ કુંડ માય......
તમે રટણ.
#સતીહોમાયાયજ્ઞકુંડમાય