MENU

Fun & Interesting

અમર માં નુ બવ સરસ કિર્તન છે એક વખત જરૂર સાંભળો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Ganesha Kirtan 782,799 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન _____________________
અમર બાઈ છે આહિર કુળનાં દીકરી જો
સોળ વરસ ના અમર બાઈ થયા
શોભાવડલા થી આવ્યા એના આણા જો
અમર બાઈ ના સાસુ આવ્યા તેડવા
અમર બાઈ એ માથા માં નાખ્યા તેલ જો
આંખો માં આંછેરા આંજણ આંજીયા
અમર બાઈ એ કાંબી ને કંડલા પેરયા જો
આંગળીઓ મા પેરી અણવટ વિંછીયા
અમર બાઈ એ સોળે સજ્યા શણગાર જો
ઊપર ઓઢી ગુરુ ની ચુંદડી
અમર બાઈ ને નોતા સાસરી ના કોડ જો
ગુરૂજી મળે તો બેડો પાર છે
અમર બાઈ ના ગાડા ચાલ્યા જાય જો
જઇ ને રે ભાદરવી કાંઠે ઉભા રહ્યા
ભાદર કાંઠે આંબલીયા ઘનઘોર જો
આંબલીયા ને છાંયે ગાડા છોડ્યા
અમર બાઈ ના સાસુ નાહવા જાય જો
ગાડા મા બેઠા અમર બાઈ એકલા
અમર બાઈ એ મનડાં માં વિચાર્યું જો
આરે સંસાર માં મારુ કોઈ નથી
દુર દેખાય સંતો ના આશ્રમ જો
આશ્રમ દેખી અમર બાઈ ત્યાં ગયા
દેવીદાસ કરે કોઢીયા ની સેવા જો
ત્યાં જઈને અમર બાઈ ઊભા રહ્યા
દેવીદાસે માથે મેલ્યો હાથ જો
ગળામાં બાંધી રે રૂડી કંઠી
જો અમર બાઈ કંઠી ટુટી ના જાય જો
લોકો તો લેશે રે સત ના પારખાં
ઇ શું બોલ્યા બાપુ દેવીદાસ જો
ધણી રે મેંતો ધાર્યો નકળંક રાય જો
અમર બાઈ એ જોળી લીધી હાથ જો
અમર બાઈ હાલ્યા રે ટુકડો માંગવા
ટુકડો માંગ્યો બગસરા જેવા ગામ જો
બગસરા ના દરબાર માં ને જોઈ ગયા
અમર બાઈ તો આગળ ચાલ્યા જાય જો
પાછળ પડ્યા દરબારી ઘોડલા
અમર બાઈ એ સમર્યા દેવીદાસ જો
અમર બાઈ થી ઘોડલા આઘા ઉભા રહ્યા
પરબે આવી જોળી ઉતારી જો
દરબાર ના ઘોડલા બાપુ વાંહે થયા
બાપુએ દીધો છે આવકાર જો
આસન પાથરી ને ત્યાં બેસાડીયા
શીરો ખવડાવી દુધ પીવડાવયા જો
આંટી રે છોડાવી ગુરુ દેવ ની
જાવ દરબાર રાજ પાટ કરો જો
બગસરા નુ અન ધન પરબે નહીં ખપે
અમને દેજો સંત ચરણ માં વાસ જો
ભક્તિ રે દેજો આવા ગુરુદેવ ની
અમર બાઈ છે આહિર કુળનાં દીકરી જો
સોળ વરસનાં અમર બાઈ થયા

Comment