MENU

Fun & Interesting

મેં તો અખંડ રોપાવ્યા આંગણ તુલસી || નીચે લખેલું છે કિર્તન || તુલસી માતા નું કિર્તન || ગણેશા કિર્તન

Ganesha Kirtan 29,062 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન _________________
મેં તો અખંડ રોપાવ્યા આંગણ તુલસી
એના મહીમા તણો નહીં પાર પવિત્ર મારૂ આંગણુ
મે તો દુધ રે સાકર થી ઉછેર્યા
એને પાયા છે જમુનાજી ના નીર પવિત્ર મારૂ આંગણુ
માતા દેવ સમાન ઉગ્યા તુલસી
એની નિત્ય નમન પુજા થાય પવિત્ર મારૂ આંગણુ
એની ડાળીએ અઢળક પાંદડા
એને માંજરે મોતી સોહાય પવિત્ર મારૂ આંગણુ
જેને આંગણ ગાય દીકરી ને ત્રીજા તુલસી
એના ઘરે પ્રભુજી નો વાસ પવિત્ર મારૂ આંગણુ
એને નર ને નારી સૌ નમન કરે
એને નમે મોટા મોટા ભુપ પવિત્ર મારૂ આંગણુ
એની રામ લક્ષ્મણ ઉતારે આરતી
પવન પુત્ર હનુમાન ફુંકે શંખ પવિત્ર મારૂ આંગણુ
હું તો કુમ કુમ કેસર નો ચાંદલો કરૂ
એને હીરલા દોરી વીંટાય પવિત્ર મારૂ આંગણુ
હું તો લાલ લીલી ઓઢાડુ ચુંદડી
એને પહેરાવું ફુલડાં નો હાર પવિત્ર મારૂ આંગણુ
હું તો ગાય ના ઘી નો દીવો કરે
એને અબીલ ગુલાલ છંટાય પવિત્ર મારૂ આંગણુ
તુલસી ઠાકોરજી ને વરીયા
મારે હૈયે હરખ નો સમાય પવિત્ર મારૂ આંગણુ
હું તો દીકરી માની વળાવુ સાસરીયે
એને દીધાં છે સોનાના દાન પવિત્ર મારૂ આંગણુ
હું તો નિત્ય શાલિગ્રામ ની સેવા કરૂ
અમને દેજો શ્રી વ્રજ માં વાસ પવિત્ર મારૂ આંગણુ
મેં તો અખંડ રોપાવ્યા આંગણ તુલસી

Comment