યમુનાજી ને કાંઠે ગોકુળ ગામ જો કાલિંદી ને કાઠે મોરલો ટહુક્યો
વાલા તારા ઊંચા ઊંચા મંદિર જો
મંદિરની ગોખે મોરલો.....
વાલો મારો એવી વગાડે વેણુ જો વેણુના નાદે....
વાલો મારો ધેનુ ચરાવવા જાય જો ગોવર્ધન ના શીખરે...
ગોપીઓ એવા સજીયા શણગાર જો ઝાંઝર ને જમક....
આવી રૂડી શરદ પૂનમ રાતજો ચંદ્રના તેજે...
વાલો મારો એવા રમાડે રાસ જો રાસ ની રમજટ....
વાલા વૈષ્ણવ દર્શન કરવા જાય તો દર્શન આપો ને મારા શામળા