MENU

Fun & Interesting

વાયક આવ્યા રે ગુરુદેવના,(કીર્તન નીચે લખેલુ છે )#kirtan #satsang #gujrati

krishna bhajan 143,599 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

વાયક આવ્યા છે ગુરુદેવના
રૂપા રાણી પાટે પધારો રે વાયક
હું કેમ આવું ગુરુ એકલી
માલદે સુતા નથી જાગે છે વાયક
નિંદરા મગાવો સારા શેરની
ખૂણામાં કાંઈ ખાટું ઢળાવો રે વાયક
પડખે સુરાવો વાસુકી નાગને
ઉપર કાંઈ અમર ઓઢાડો રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલ્યા
આવ્યા છે કાંઈ પોતાની મેલ જો વાયક
માથા ઓળાવો સારા શેરના
ટીલડી કાંઈ ચોડી છે લલાટ રે વાયક
આંખોમાં આછા રે આંજણ આંજિયા
ચુંદડી ઓઢી ભક્તિ ના નામની
એમાં છે કાંઈ ચોખલયાળી ભાત રે વાયક
થાળ ભર્યો રે સગ મોતીનો
ઉપર મેલા શ્રીફળ ચાર રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલ્યા
આવ્યા છે કાંઈ ડેલીને દિવાન રે વાયક
ભાઈ રે પરોળિયા વીરા વિનવું
હારે તું તો સૂતો હોય તો જાગ રે વાયક
કાંઈક સુતા ને કાંઈક જાગ્યા
રાણી અમને કામડિયા ફરમાવો રે વાયક
તારા દીધા છે બીજલપુરના
ચાવીયુ કાંઈ માલ દેને હાથ રે વાયક
કાચો આંબો રે રૂમે ઝૂમે ભર્યો
કટાણાના ક્યાં તમે જાવ રે વાયક
એકાદશીના વ્રત કરવા
ઈશ્વર પૂજવાને જાવું રે વાયક
હાથ દીધા ને તાળા ખુલી ગયા
ઉઘડયા છે કાંઈ ગુરુના દ્વાર રે વાયક
સર્વે ભક્તોને મારા રામ રામ
ગુરુજી ને લાખ પ્રણામ રે વાયક
સો સો રૂપિયા મેલા રોકડા
સાચા મોતીડે વધાવ્યા રે વાયક
ચંદ્રાવલીએ ચાલો આદર્યો
માલ દેને સુતા જગાડા રે વાયક
જાગો રાણાને જાગો રાજ્યા
રાણીએ કાંઈ રાજ અબડાવ્યા રે વાયક
ચપટી દઈને ભર્યો ચીટીયો
પડખામાં કાંઈ વાસુકી વાય રે વાયક
કર્યો હશે તો ઉતરી જશે
રાણી કાંઈ ચંદ્રાવલી ને કાજ રે વાયક
ક્યાંથી માલ અને બાલો ચાલ્યા
આવ્યા છે કાંઈ ડેલીને દીવાન રે વાયક
વાયરે પરોડીયા વીરા વિનવું
રાજમા કાંઈ માણસ હેરાય રે ગાયક
મારવો હોય તો મને મારજો
એની અમને નથી કાંઈ ખબર રે વાયક
ત્યાંથી ઘોડલો માલાએ દોડવ્યો
આવ્યા છે કાંઈ ગુરુને દુવાર રે વાયક
અંધ પછેડો માલાયે ઓડિયો
રૂપાદે ની મોજડીઓ ચોરાય રે વાયક
ત્યારે ગુરુ દેવે પૂછ્યું
જ્યોતિઓમાં કાંઈ ઝાંખપ દેખાય રે વાયક
ત્યારે રૂપાદે રાણી બોલીયા
ગુરુ રે ગુરુજી મહાદેવજી
અમારી કાંઈ મોજડી ચોરાય રે વાયક
આરે શેરમાં નથી કોઈ નુંગરુ
નુગરો ઓલ્યો માલદે હોય રે વાયક
સર્વે સંતોએ આરાધ આદર્યો
મોજડિયું કાંઈ આકાશે થી આવે રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલિયા
આવ્યા છે કાંઈ બવળી બજાર રે વાયક
સાંકડી શેરીમાં માલદે સામા મળ્યા
રાણી તમે કટાણાના ગયા ત્યારે વાયક
એકાદશીના વ્રત કરવા
ફુલડા વીણવા ને ગયા ત્યારે વાયક
આપણા શેરમાં ફુલવાડી ઓ
ઢોલ ને ધડકે પાણી આવે રે વાયક
પેલી ફૂલવાડી ગઢ ગીરનારમાં
બીજી છે કાંઈ કાશીને ઘાટ રે વાયક
ત્રીજી ફૂલવાડી જુનાગઢમાં
ચોથી કાંઈ થાળી એ ઠેરાય રે વાયક
હાથ ઝાલીને માર્યો હશે લો
ફુલડા કાંઈ શેરીએ પથરાઈ જાય રે વાયક
હું તમને પૂછું રાણી રૂપાદે
રાણી તમારો પંથ બતાવો રે વાયક
અમારો પંથ છે રાજન દોયલો
ખેલવો કાંઈ ખાંડા કેરી ધાર રે વાયક
પેલો મારો રે ગાયનો વાછરો
બીજો મારો હંસલો ઘોડો રે વાયક
ત્રીજો મારો રે મોભી દીકરો
ચોથી મારી ચંદ્રાવલી નાર રે વાયક
ગાય શીખેને સુણે સાંભળે
ગુરુજીના ચરણોમાં વાસ રે વાયક આવ્યા છે ગુરુદેવના

#kirtan
#satsang
#gujrati
#gujratibhajan
#સત્સંગ
#krishnabhajan
#કીર્તન

Comment