સતી નું ભજન||sati nu bhajan||ઈતિહાસ માં અમર થઈ જાય મારા ભારત ની નારીયુ #bhajan #bhakti #gujrati#like
#bhajan #bhakti #gujrati #satsang #gamdu #kirtan #like #lokdayro #mahadev #youtuber #gangasati #bhajanmandal #
#prachinbhajan #
ઈતિહાસ માં અમર થઈ જાય એવી મારા ભારત ની નારીયુ
આભના ટેકા બની જાય એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી સીતાજી કહેવાણાં
રાજરાણી તોય તોય ઈતો વનમાં રે હાલીયાં
પછી ધરતી ની ગોદમાં સમાય એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી દ્રોપદી કહેવાણાં
ભરી રે સભામાં ઈતો મનમાં મુજાણાં
પછી હરી યે રાખી એની લાજ એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી મીરાં બાઇ કહેવાણાં
રાણાજી યે લીધાં એના સત ના રે પારખાં
ઈતો કૃષ્ણ ની મુર્તી માં સમાય એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી અનસોયા કહેવાણાં
ત્રણેય દેવોને એને બાળકરે બનાવ્યા
ઈતો જગદીશ ની જનેતા કહેવાય એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી તારામતી કહેવાણાં
સત્ય ને કારણે ચોકમાં વેચાણાં
પુત્ર એનો ખાપણ વીના જાય એવી મારા ભારત ની નારી યુ
ભારત ની નારી સતી સાવિત્રી કહેવાણાં
સત્યવાન ના જીવ કાજે યમ પાછળ દોડ્યા
ઈતો જમળા ને પાછા વાળી દયે એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી તોરલ કહેવાણાં
જાડેજા ની નાવડી ને દરીયા માંથી તારી
પલમાં એને પીર કરીદયે એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી ચંગાવતી કહેવાણાં
સાધુનુ રુપ લઈ ને આવ્યા ગીરધારી
પુત્ર ખાંડી ને જમાડે કીરતાર એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી ગંગાબાઈ કહેવાણાં
પોતે પોતાની જાતને જાણી
પાનબાઈ ને દીધો ઉપદેશ આવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી અમર માં કહેવાણાં
સોળે શણગાર સજી સાસરીયે હાલીયાં
એને મારગ માં ગુરુ મળી જાય એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારી સતી લક્ષ્મીબાઈ કહેવાણાં
દેશ ને માટે લડીયાં ઈતો પુત્ર પાછળ બાંધી
એનીયે દુશ્મનો ને દીધા હરાવી એવી મારા ભારત ની નારીયુ
ભારત ની નારીયુ ની અમર કહાની
આવી વીરાંગના ને સો સો સલામ છે
આવી વીરાંગના ને વારે વારે નમવું
એને યાદ કરી થયજાય બેળોપાર આવી મારા ભારત ની નારીયુ
એને મરેથી થયજાય ભવપાર આવી મારા ભારત ની નારીયુ
🙏જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya 👈
@nivanivan1610 👈
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏