MENU

Fun & Interesting

Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)

સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી.

તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે. તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) - મારા અનુભવો માટે અને પદ્મભૂષણ (૨૦૨૨) મળેલ છે.