લાવો લાવો દોરી ને લાવો નેતરા રે - વસંત બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
લાવો લાવો દોરી ને લાવો નેતરા રે
ઓલા કાનુડા ને બાંધો તાણી તાણી સુંદિર વર શામળિયા
ત્યાં તો જશોદા માં આવ્યા દોડી દોડી સુંદીર વર શામળિયા
મારા કાનુડા ને કોણે દીધો બાંધી સુંદિર વર શામળિયા
એણે ખીલે થી વાછરું ને છોડ્યા હતા
એણે અણ દોયા ધવરાવ્યા સુંદિર વર શામળિયા
ઓલ્યા કાનુડા ને બાંધો તાણી તાણી સુંદિર વર શામળિયા
એણે શીકે થી મહીડા ઉતાર્યા હતા
એણે ખાધા ને એટલા ઢોળ્યાં સુંદિર વર શામળિયા
લાવો લાવો દોરી ને લાવો...
ઓલ્યા કાનુડા ને બાંધો...
અમે યમનાજી માં નાવા જાતા હતા
મારા વસ્ત્ર ગયા છે ચોરી ચોરી સુંદિર વર શામળિયા
ઓલ્યા કાનુડા ને બાંધો...
મારા રેઢાં તે દ્વાર ઉઘાડ્યાં હતા
મારા સાસુજી ને દીધા એણે બાંધી સુંદિર વર શામળિયા
લાવો લાવો દોરી ને...
ઓલ્યા કાનુડા ને બાંધો...
અમે યમના જળ ભરવા જાતા હતા
મારો ઘડુલો નાખ્યો એણે ફોડી સુંદિર વર શામળિયા
ઓલ્યા કાનુડા ને બાંધો...
તમારો કાનો અમને રોજ કવરાવતો હતો
તમારા કાના ને અમે દીધો બાંધી સુંદિર વર શામળિયા
કાના ને બાંધો ને તાણી તાણી સુંદિર વર શામળિયા
તમારો કાનો તમારે લાડક્યો છે
પણ અમારી આંખ્યો નો તારો છે
અમને માફ કરો જશોદા માડી સુંદિર વર શામળિયા
લાવો લાવો દોરી ને...
ઓલ્યા કાનુડા ને બાંધો...
ત્યાં તો જશોદા માં આવ્યા દોડી દોડી....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ