MENU

Fun & Interesting

કૃષ્ણ ચરિત્ર અને ગીતા સાર(સંક્ષિપ્ત)-વસંતબેન અને અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)

Nimavat Vasantben 193,137 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

રાધે ક્રીષ્ન ક્રીષ્ન બોલો ગીતાજી ગાય ગાય ગાય...

ક્રીષ્ન પ્રભુની મને ગીતા ગમતી,
રાત દિવસ મારા રુદિયા માં રમતી
મારે સાંભળવો ગીતા સાર...ગીતાજી

વ્હાલો મારો મથુરાની જેલમાં જલમીયાં,
વાસુદેવ લઈને ટોપલામાં મેલ્યા,
વ્હાલો મારો ગોકુળમાં મેલવાને જાય,...ગીતાજી

નંદબાવા ને ઘેર આનંદ ભરીયો ,
માતા જશોદા પારણીયે ઝુલાવે,
ગોપીયું વારણાં લઈને જાય ...ગીતાજી

કૈલાસમાંથી શંકર આવ્યા,
સાથે પાર્વતી ને લાવ્યા,
રમાડ્યા ત્રણ ભુવનના નાથ......ગીતાજી

માસી પૂતના એ પેટ ભરાવ્યા,
દાંત કચડીને પ્રાણ ઉડાડીયા,
એ તો નંદબાવા નો કિશોર.......ગીતાજી

આખા ગોકુળના ગોરસ ચોરતો
માતા જશોદા ને મુખડા બતાવતો,
ઈ તો ગાયું ના ગોવાળ ...ગીતાજી

વ્હાલો મારો વ્રજમાં વાંસળી વગાડતો,
સોળસો ગોપીયો ને રાસ રમાડતો,
પેલી રાધાજીનો શ્યામ ...ગીતાજી

વ્હાલો મારો યાદવ કુળમાં જન્મ્યો,
નંદબાવા ના કૂળમાં ઉછર્યો,
વ્હાલો મારા ભરવાડના ભાણેજ,...ગીતાજી

ગોવાળિયા સાથે ગેડીદડો રમતા,
સાતમે પાતાળ ડૂબકી મારી,
કાળીનાગ નાથી આવ્યો બહાર..ગીતાજી

ટચલી આંગળીયે ગોવર્ધન તોળ્યો ,
ઈંદ્રરાજા નો ગર્વ ઉતાર્યો,
વ્હાલો મારો તુલસીના પાંદડે તોળાય...ગીતાજી

તારી કોડીયા સરખી આંખ્યું,
તું અભણ ને વળી આંધળો,
તને આંખ્યું દેનારું કોણ....ગીતાજી

ગોકુળને તારી મથુરા માં આવ્યા,
મામા કંસની છાતી ઉપર ચડીયા ,
વ્હાલે મારે માર્યો મામો કંસ ....ગીતાજી

દેવકીને વાસુદેવની વ્હારે ચડિયા
હાથકડી તોડીને છોડાવિયા,
વ્હાલે મારે તોડી મથુરાની જેલ ....ગીતાજી

ગરુડે ચડીને વ્હાલા દ્વારિકામાં આવ્યા,
રુક્મિણી સાથે લગન રચાવ્યા,
વ્હાલો મારો બન્યા છે દ્વારકાધીશ ....ગીતાજી

સુદામા શોધતા ખોળતા આવ્યા,
વ્હાલે મારે હરખે ચરણ પખાળ્યા...
વ્હાલો મારો ગરીબનો દાતાર,...ગીતાજી

પાંડવ સાથે વચને બંધાયા,
બેની સુભદ્રા ના હરણ કરાવ્યા,
વ્હાલો મારો અર્જુન કેરા સાળા.....ગીતાજી

જ્યારે દ્રૌપદી ના ચીર લૂંટાણા
ત્યારે સાંભર્યા બેનના વીરા,
વ્હાલે મારે પૂર્યા નવસો નવ્વાણું ચિર....ગીતાજી

કુરુક્ષેત્રનું યુદ્ધ કૃષ્ણ એ રચાવ્યું,
વ્હાલે મારે અર્જુન નો રથ હાંક્યો,
વ્હાલે મારે કર્ણ ના લીધા પ્રાણ,...ગીતાજી

કૌરવ ને મારવાનો ઉપદેશ આપ્યો,
દયાળુ અર્જુન માનતા નથી,
વ્હાલો મારો સમજાવે ગીતા સાર.....ગીતાજી

કોણ તારો બાપ ને કોણ તારો બેટો
કોણ તારો ભાઈ ને કોણ કુટુંબી,
અંતે જઈશ એકલો એકલો ....ગીતાજી

તારી માતા ને ઉદર વસીયો,
ઊંધા મસ્તક તું લટકીયો,
તને જન્મ દેનારું કોણ,...ગીતાજી

જળના બિંદુ સરખો આત્મા
કોમળ સરખી તારી કાયા,
તને ઘડનારું છે કોણ....ગીતાજી

મારુ મારુ કરીને ફરતો,
આખા ભાગી રસોઈ જમતો,
અન્નને પચાવનારું કોણ....ગીતાજી

તારું ખોળિયું ને તારો આત્મા,
તોય તું આત્મા ને નથી સમજાતો,
ક્યાંથી આવ્યોને ક્યાં તું જાય ...ગીતાજી

ચાલ્ય મેદાનમાં ઓળખાણ આપું,
તું છો નર ને હું નારાયણ,
વ્હાલે મારે ધર્યું છે વિરાટ રૂપ....ગીતાજી

કરજોડી અર્જુન શરણે ઢળિયો,
મરતા જીવતા કૌરવ જોયા,
ત્યારે અર્જુન યુદ્ધે ચડિયા ....ગીતાજી

મહાભારત નું યુદ્ધ રચાયું,
વ્હાલે મારે ધરણી ને ધ્રુજાવી,
વ્હાલે મારે કૌરવ નો કરીયો સંહાર ,....ગીતાજી

ગીતા અર્જુન વાંચી જાણે ,
નવખંડ ધરતી માં પથરાવી,
વ્હાલો મારો વેદ પુરાણમાં માં વંચાય.......ગીતાજી


#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Comment