મોરલો આવ્યો રે રાજા રામ નો-ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
મોરલો આવ્યો રે રાજા રામ નો
આવી ઉતર્યો અયોધ્યા ના ચોક રે... મોરલો આવ્યો રે રાજા....
પિતા દશરથ પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
કૈકયી ના માગ્યા વચન આપીયા
આપીયાં છે કાઈ રામ ને વનવાસ રે પુત્ર ના વિયોગે પ્રાણ ત્યજીયા
માતા કૈકયી કહે મોરને
જાવ તમે રામ ની પાસે રે દશરથ ના સમાચાર રામ ને આપજે
તમારા વિયોગે પ્રાણ ત્યજીયા
ભરત શત્રુઘ્ન હતા રે મોસાળ જો એટલો સંદેશો રામ ને આપજે
સીતારામ ની પાસે મોરલો આવિયો
દશરથ ના સમાચાર મોર એ આપિયા
ગયાજી માં આવ્યા સીતારામ રે
દશરથ જી ના પિંડ હાથોહાથ આપીયા
માતા કૌશલ્યા પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
રાક્ષસ માર્યા છે રામે સામટા
સીતા વિણે ડોલર કેરા ફૂલ રે અયોધ્યા ના રટણ કરી સીતા જીવતા
માતા સુમિત્રા પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
રામસીતા તે લક્ષમણ માગતા
સીતા એ માન્યા પેટ કેરા પુત્ર રે આવા દીકરા સૌને આપજે
માતા કૈકેયી પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
તમારા વચને વગડો વેઠીયો
શું હતો મારા સીતારામ નો વાંક રે શા રે કારણીએ વનવાસ આપિયો
ભાઈ રે ભરત પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતાના સમાચાર મોરલા આપજે
અમારી માતા એ વચન માગિયા
મારી માટે માગ્યા મોટા રાજ રે અમારી કાજે રે વગડો વેઠિયો
ભાઈ શત્રુઘ્ન પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે ભાભી ના સમાચાર મોરલા આપજે
વનફળ ખાઈ ને રે વન માં રહેતા હતા
નથી દીઠા ભોજન કે પકવાન રે ઋષિ મુનિ ના જતન કરી ને જીવતા
અયોધ્યા ની રૈયત પૂછે મોર ને
શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
વાલી મારી સુગ્રીવ ને તારિયો
માર્યો છે કાઈ લંકા કેરો ભૂપ રે વિભીષણ ને રામે રાજ સોપિયા
રામ સીતા લક્ષ્મણ અયોઘ્યા માં આવિયા
પેલા લાગ્યા કૈકેયી માં ને પાય રે સીતાજી ના સુખ પાછા આવીયા
માતા કૌશલ્યા ઉતારે આરતી
સીતા રામ ને સોંપી રાજગાદી રે અયોધ્યા ની રૈયત લાગી ડોલવા
હનુમાનજી એ રુદિયે રાખ્યા રામ ને
ભેટ્યા છે કાંઈ ભરત ને રામ રે સીતાજી ના સુખ પાછા આવીયા
મોરલો આવ્યો રે રાજા રામ નો....