ઉગમણેથી રથડો રે આવ્યો-નણંદ ભોજાઈનું કીર્તનઅરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023
ઉગમણેથી રથડો રે આવ્યો
આથમણે રજ ઉડે મારા વાલા
સુભદ્રાબેન નો રથડો રે આવ્યો
આવ્યો કૃષ્ણને ઘેર મારા વાલા
ઓસરીએ ઉભા રાધાજીએ જોયું
નણદલ મળવા આવ્યા મારા વાલા
નણદલ ને ભાળીને મોઢું બગાડ્યું
નો દીધા નણદલને માન મારા વાલા
ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા
સાંભર્યા મા ને બાપ મારા વાલા
સુભદ્રા બેને રાધાજીને પૂછ્યું
ક્યાં ગયો કાનુડો વીરો મારા વાલા
તમારા વીરાની અમને નથી ખબરું
રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા
ઘરને પછવાડે વાંસળી રે વાગી
આવ્યો કાનુડો વીરો મારા વાલા
ત્યારે સુભદ્રા દોડી ડેલીએ આવ્યા
ભેટી ગયા ભાઈ બેન મારા વાલા
કેમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા
કોણે કર્યા અપમાન મારા વાલા
નથી વીરા અમારી આંખમાં આંસુ
નથી કર્યા અપમાન મારા વાલા
પીપળાના પાન તો ખરવાને લાગ્યા
નો મરશો મા ને બાપ મારા વાલા
સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા
સાંજે લીધી વિદાય મારા વાલા
સરખી સાહેલી વળાવાને આવી
નો આવી કાનુડા ની નાર મારા વાલા
ત્યારે કાનુડો ક્રોધે ભરાણો
રાધાજી મહીયર જાઓ મારા વાલા
ત્યારે સુભદ્રા એમ જ બોલ્યા
પિયરની પાલખીને સાસરાની શૂળી
તોય શૂળી સારી મારા વાલા
સત્સંગી બેન હું તમને એટલું રે કહું છું
નણંદ આવે તો બેન કહી બોલાવજો
જા જા દેજો માન મારા વાલા
નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ