રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય - અરૂણાબેન( કિર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023
રામાયણને ગીતા જેના મંદિરમાં હોય
તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
દશરથ જેવા રે જેના ઘરે પિતાશ્રી હોય
એના ઘરે કાયમ રામરાજ્ય હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
કૌશલ્યા જેવા રે જેના ઘરે માતુશ્રી રે હોય
એના ઘરે કાયમ સત્સંગ હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
સીતાજી જેવા રે જેના ઘેર વવારું રે હોય
તેના ઘરે કોઈ દિન કંકાસ ના હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
રામ લક્ષ્મણ જેવા જેના ઘરે ભાયુ રે હોય
તેના ઘરે કોઈ દિન ભાગલા ના હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
ભરત શત્રુઘ્ન જેવા જેના ઘરે દીકરા રે હોય
એના માવતર કોઈ દિન દુઃખી નવ હોય
રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ