MENU

Fun & Interesting

લખેલું છે 👇 🌷 આવ્યા કનૈયા ના તેડા રે મારે જાવું ગોકુળિયા ગામ 🌷

Video Not Working? Fix It Now

અમારા મંડળ ના ભજન ગમે તો અમારી ચેનલને
🍀 લાઈક. શેર અને સબસ્ક્રાઇબ કરો 🍀

🍁🍁 ભજન 🍁🍁


આવ્યા કનૈયા ના તેડા રે
જાઉં ગોકુળીયા ગામ. (૨)

કાનાના નામની ચુંદડી ઓઢુ
ચુંદડીમાં ઝીણી ટીલડી મુકાવું
એ માં ત્રિકમજી લખાવું રે
જાઉં ગોકુળીયા ગામ.....આવ્યા કનૈયાના...

કાનાના નામનું ટેટુ પડાવું
એમાં કનૈયો નામ લખાવું
એમાં મોરલીયા ચિતરાવું રે
જાઉં ગોકુળીયા ગામ ....આવ્યા કનૈયાના....

કાનાના નામનો ચુડલો પહેરું
ચુડલા માં રૂડી ચીપો મુકાવું
એમા ચિત્તચોર લખાવું રે
જાઉં ગોકુળીયા ગામ. આવ્યા કનૈયાના...

કાના ના નામ નો કંદોરો પહેરો
કંદોરા માં ઘોઘરી મુકાવું
એમાં ઘનશ્યામજી લખાવું રે.
જાઉં ગોકુળિયા ગામ. આવ્યા કનૈયાના...

કાનાના નામ ની મહેંદી મુકાવું
દિલવાળી હું ડિઝાઇન પડાવું
એ મારા રાધે શ્યામ લખાવું રે
જાઉં ગોકુળિયા ગામ.

આવ્યા કનૈયા ના તેડા રે
મારે જાવું ગોકુળિયા ગામ (૨)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comment