ગણેશ મંડળ અયોધ્યા જાય . રામના દર્શન કરવા જાય
નાચતા જાય . કુદતા જાય . રામના ગુણલા ગાતા જાય.
ભક્તો આનંદ કરતા જાય.
એક ડગલું સૌ ભરતા જાય . દસ ડગલા રામ આવતા જાય.
પુષ્પાબેનના હાથમાં અખંડ દીવો.
અયોધ્યા જવાનો આવ્યો લાવો.
ધીનો દીવડો ઝગમગ થાય. જીવનમાં અજવાળાં થાય.
મંડળ મારું અયોધ્યા જાય રામના દર્શન કરવા જાય.
ગંગાબા હાથ માં રામની ધજા
અયોધ્યા જવાની આવે મજા.
ધજા ફરફર ફરતી જાય. જીવનમાં ભક્તી વધતી જાય.
વસાંતિબેનના હાથમાં કુલડાનો હાર
જોઈ રામજી રાજી થાય.
કુલનો હાર રામ પહેરતા જાય. ભક્તોને આશિષ દેતા જાય.
શિલ્પા બેનના હાથમાં ચંદનઃ રોલી.
દેખીને રામ આવે દોડી .
ચંદન તિલક કરતા જાય. ભક્તોના ભાગ્ય ઉદ્યાડતા જાય
ધમી બેનના હાથમાં ઢોલ વાગે.
કપિલા બેનતો રામ ગુણ ગાય.
રામજી મારા રાજી થાય ભક્તો ને દર્શન દેતા જાય.
નિતાબેન લાવ્યા માખણ મીસરી
રામજી મારા જમતા જાય. ભક્તો ને આશિષ દેતા જાય.
સોનલ બેન લાવ્યા હીંડોળા ખાટ
સીતા રામ હીંડોળે ગુલતા જાય. મીઠી મીઠી વાતો કરતા જાય.
મંદીરમાં રામના બેસણા થાય.
ભક્તો રાજી રાજી થાય.
રામનો જ્ય જય કાર થાય રામજી રાજી રાજી થાય.
🙏🏻શ્રીરામ 🙏🏻જય અંબે.
આપણી આ ચેનલને 🙏🏻👍. શેર.. કરી,
🙏🏻🙏🏻સબ્ક્રાઇબ કરી 🙏🏻ગૌદાનમાં ભાગી દાર બની જીવન ધન્ય બનાવો.. 🙏🏻🙏🏻🌹🌺 🙏🏻