મોરલો બોલ્યો રે મારવાડ નો || નીચે લખેલું છે કિર્તન || ભાઈ બીજ નિમિત્તે સગુણા બેન અને રામાપીર નુ ભજન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન _______________
મોરલો બોલ્યો રે મારવાડનો
બોલ્યો તો કંઈ મધુરા વેણ રે મોરલો બોલ્યો રે મારવાડનો
ત્રણ ત્રણ દીકરીઓ અજમલ રાયને
લોકો એના શુકન નથી લેતા રે મોરલો બોલ્યો રે મારા વાડનો
અજમલ રાજા એમ જ બોલ્યા
દિકરી મારી દીકરા સમાન રે તોય લોકોએ મેણા બહુ માર્યા
સગુણાબેન ને સાસરે વળાવીએ
પછી મારે શિવને શરણે જાવુ રે મોરલો બોલ્યો રે મારો વાળનો
લગનીયા લખાઈ સગુણા બેનના
આંખે એને આંસુડા ની ધાર રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેન તો એમ કરીને બોલ્યા
કાકા કુટુંબ મારે કોઈ નથી
નથી મારે માડી જાયો વીર રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેન ના લગ્ન લખાઈ ગયા
જાડી તે જાનુ તેડાવશો
સગુણાબેનને આસુડા ની ધાર રે મોરલો બોલ્યો રે મારા વાડનો
મંગળ ગીત બેની ના ગવાય છે
માંડવડા તો રૂડા રોપાવ્યા રે મોરલો બોલ્યો રે મારવાડનો
આસોપાલવના તોરણ બાંધ્યા
કેળુ ના કાંઈ રોપાણા સ્તંભ રે મોરલો બોલ્યો રે મારવાડનો
બેની ના તો મંગળ ગીત ગવાય છે
સગુણાબેન ની જાન આવી માંડવે
એવા રૂડા સામૈયા થાય રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેન તો એમ કરીને બોલ્યા
આ ઘડીએ મંગળિયા વર્તાય છે
જૌતલીયાનો પડશે મારે ખપ રે મોરલો બોલ્યો રે મારવાડનો
ઓખણાને પોખણા થાય છે
માંડવડામાં સગુણાબેન આવ્યા
સગુણાબેન ના હસ્ત મેળાપ થાય રે મોરલો બોલ્યો રે મારો વાડનો
કાકા કુટુંબ મારે કોઈ નથી
નથી મારે માડી જાયો વીર રે મોરલો બોલ્યો રે મારો વાડનો
સગુણાબેન તો માંડવડામાં રોય પડ્યા
મંગળ ફેરા ચાર પૂરા થાય રે મોરલો બોલ્યો રે મારો વાળનો
સગુણાબેન ની જાનુ વળાવજો
માતા પિતા શિખામણ દેવા આવ્યા
સાસરિયામાં ડાયા થઈને રેજો રે મોરલો બોલ્યો રે મારવાડનો
તમારા પિતા જશે શિવને શરણે
તમારું સાસરિયું છે બહુ દૂર રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણના બેન ના સસરા એ સાંભળ્યું
ત્રણ દીકરીથી અજમલ વાંઝીયો
અમને તો આવી ખબર નહોતી રે મોરલો બોલ્યો રે મારો વાડનો
સગુણાબેન એ એવો પોકાર કર્યો
આવજો આવજો દ્વારિકા નો નાથ રે મોરલો બોલ્યો રે મારવાડનો
પોકરણ ગઢનું પાણી હરામ કર્યું
દીકરો થઈને આવજો એક દી આંગણે
પોકરણ ગઢમાં આવજો મારા નાથ રે મોરલો બોલ્યો રે મારા વાડનો
વંઝીયાના મેણા તમે ભાંગજો
તે દિવસે સાસરેથી પાછા આવશુ
એમ કહીને ચાલ્યા સગુણાબેન રે મોરલો બોલ્યો રે મારવાડનો
આવશે આવશે દ્વારકાનો નાથ રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેન ને સાસરે વળાવ્યા
રાણીને રાજા કહેવા લાગ્યા રે મોરલો બોલ્યો રે મારવાડનો
આ મારા હથિયાર હેઠા મેલ્યા
અમારે જાવું છે શિવને શરણે
પોકરણ ગઢ નુ રાખો રાણી ધ્યાન રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેનના વિવાહ જે કોઈ ગાય છે
એને દેજો માડી જાયો વીર રે મોરલો બોલ્યો રે મારવાડનો
સગુણાબેન ના લગ્ન ભાવથી ગાય છે
એને દેજો ખોળા નો ખૂંદ ના રે મોરલો બોલ્યો રે મારવાડનો
દ્વારિકાના નાથ વારે આવશે
દ્વારકાના નાથ દુખડા કાપે રે મોરલો બોલ્યો રે મારવાડનો
મોરલો બોલ્યો રે મારવાડનો
બોલ્યો કઈ મધુરા વેણ રે મોરલો બોલ્યો રે મારવાડનો