ભજન નીચે લખ્યું છે.કનૈયા તું મોરલી વગાડ રાધા તારી નાચે છે.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ. વડોદરા.
કનૈયા તું મોરલી વગાડ રાધા તારી નાચે છે (2)
રાધ તારી નાચે ને પાયલ બાજે
કનૈયા તું મોરલી........
યમુના કિનારે વાલો બંસરી બજાવે
સાથે ગોપીયોને રાસ રમાડે
ગોપીયોના મન હરખાય રાધા તારી નાચે છે
કનૈયા તું મોરલી.........
વૃંદા તે વનમાં વાલો મોરલી વગાડે
ગોપ ગોવાળોને ભાન ભુલાવે
માખણ ચોરી ચોરી ખાય રાધા તારી નાચે છે
કનૈયા તું મોરલી.........
સખી મંડળની સખીયો બોલાવે
આવીને મીઠી મીઠી મોરલી વગાડજે
મોરલીના નાદે તું ભાન ભુલાવજે
સખીયોના મન હરખાય રાધા તારી નાચે છે
કનૈયા તું મોરલી વગાડ રાધા તારી નાચે છે
રાધા તારી નાચે ને પાયલ બાજે
કનૈયા તું મોરલી..........