🙏
આયો પૂનમનો મેળો મેળે જાવું છે
મેળા માં જઈ મારા કનૈયા ને મળવું છે
મેળા ના પૈસા આપો મેળે જાવું છે
મેળામાં જય મારા કનૈયા ને મળવું
ઝાંઝર ના પૈસા આપો ઝાંઝર લેવા છે ઝાંઝર પહેરીને રાસે મારે રમવું છે
કુંડળ ના પૈસા આપો કુંડળ લેવા છે
કુંડળ મારે કાનાને પહેરાવવા છે
આયો પૂનમનો મેળો મેળે જાવું છે
મેળામાં જય મારા કનૈયા ને મળવું છે
હારલા ના પૈસા આપો હારલા લેવા છે
હારલા મારે કાના ને પહેરવા છે
આયો પૂનમનો મેળો મેળે જાવું છે
મેળામાં જઈને કનૈયા ને મળવું છે
મોરલી ના પૈસા આપો મોરલી લેવી છે
મોરલી મારે કાના ને લઈ આપવી છે
આયો પૂનમનો મેળો મેળે જાવું છે
મેળામાં જઈને કનૈયા ને મળવું છે
માખણ ના પૈસા આપો માખણ લેવુ છે માખણ માંરે કનૈયા ને ખવડાવું છે
સાડી ના પૈસા આપો સાડી લેવી છે
સાડી પહેરી ને ગરબે મારે ઘુમવુ છે
આયો પૂનમનો મેળો મેળે જાવું છે
મેળામાં જઈને કનૈયા ને મળવું છે
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #trending #krishna #gujaratibhajan #krishna #lagangeet #ગરબા