મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા
કૈલાશ મારે જાવું છે ભોળાનાથ ને મળવું
મારા ભોળાનાથ ને મળવા રે વાલા ને મળવા
મન મારુ મુંજાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા
હરિદ્વાર મારે જાવું છે ગંગાજી માં નહાવું છે
મારા ભોળાનાથ ને મળવા રે વાલા ને મળવા
મન મારુ મુંજાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા
ગોકુળ મારે જાવું છે યમુનાજીમાં નહાવું છે
રાધેશ્યામ ને મળવા રે વાલા ને મળવા
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય છે વાલા ને મળવા
આયોધ્યા મારે જાવું છે
સરયુ નદીમાં ન્હાવુ છે
સીતારામ ને મળવા રે વાલા ને મળવા
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારું દુખાયે રે વાલા ને મળવા
રણુજા મારે જાવું છે
રામ સરોવર માં નહાવું છે
રામાપીર ને મળવા રે વાલા ને મળવા
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા
ડાકોર મારે જાવું છે
ગોમતી તળાવમાં નહાવું
રણછોડરાય ને મળવા રે વાલા ને મળવા
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા