ઘુઘરીયાળા ઢાળો બાજોઠ પધારો ગજાનંદજી રે (લગન ગીત નીચે લખેલું છે) Ganpati Song | Gujarati Song
ગીત:-
ઘુઘરીયાળા ઢાળો બાજોઠ પધારો ગજાનંદજી રે
મોતીના સાથિયા પુરાવ્યા રે આંબાના તોરણ બંધાવો પધારો ગજાનંદજી રે
સતગુણી સાથિયા પુરાવીયા રે શેરીઓમાં ફુલડા વેરાવો પધારો ગજાનંદજી રે
લચપચતા લાડુ ધરાવશું રે આરતી નો થાય એક તાર પધારો ગજાનંદજી રે
નવ નવ નિવેદ ધરાવશું રે સ્વાગતમાં ફુલડાનો હાર પધારો ગજાનંદજી રે
ચરણે પડીને તમને વિનવું રે વાણી નિર્મળ મારી થાય પધારો ગજાનંદજી રે
સરસ્વતી માતાને વિનવું રે જીભલડી મારી અસગાઈ પધારો ગજાનંદજી રે
વારે વારે તમને વિનવું રે દર્શન દેજો સાક્ષાત પધારો ગજાનંદજી રે
ઘુઘરીયાળા ઢાળો બાજોઠ પધારો ગજાનંદજી રે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong