MENU

Fun & Interesting

શિવરાત્રી નિમિત્તે - શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)

Nimavat Vasantben 26,513 lượt xem 1 week ago
Video Not Working? Fix It Now

સાખી -
મેણાથી કંટાળીયા ને નિસર્યા ઘરની બહાર
શંકરની સ્તુતિ કરતા નીરખ્યા નંદકુમાર

કિર્તન -
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ
દેવા દર્શન મહેતાજીને કાજ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

સાત દિવસની આકરી તપસ્યા રે લોલ
ત્યારે ભોળો થયા છે પ્રસન્ન
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

માગો માગો મહેતાજી તમે માગજો રે લોલ
આજે કરી દઉં તમને ન્યાલ

તમને વાલુ જે હોય તે ભોળા આપજો રે લોલ
મારે બીજું ને જોઈએ કાંઈ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

શિવ ચાલ્યા મહેતાને લઈ વૈકુંઠમાં રે લોલ
ત્યાં તો રાસની રમઝટ થાય
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

એક ગોપીને કાન રાસ ખેલતાં રે લોલ
ત્યાં તો દાંડિયા ની રમઝટ થાય
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

ત્યાં તો ઢોલ નગારા બહુ વાગતા રે લોલ
ત્યાં તો શરણાયુના સુર સંભળાય
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

શ્યામ શિવજીને પ્રેમથી મળ્યા રે લોલ
શિવે કરી દીધી છે બધી વાત
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

વાલે આપી મશાલ મહેતાના હાથમાં રે લોલ
મહેતા નિરખે છે વૈકુંઠ લોક
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

ભાન ભૂલ્યા મહેતા રાસ નીરખતા રે લોલ
એનો દાજે છે જમણો હાથ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

રાણી રુક્ષ્મણી ની નજરું ત્યાં પડીયુ રે લોલ
પ્રભુ દાજે છે ભક્તનો હાથ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

પ્રભુ દોટ મૂકીને ત્યાં આવીયા રે લોલ
એનો જાલ્યો છે જમણો હાથ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

માગો માગો મહેતાજી તમે માગજો રે લોલ
આજે કરી દઉં તમને ન્યાલ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

આપું આપું હું રાજ પૃથ્વી તણું રે લોલ
કયો તો આપું કુબેરના ભંડાર
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

રાજ કરવું એ ક્ષત્રિય તણો ધર્મ છે રે લોલ
હું શું રે કરીશ વડોનાગર
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

મને જીભે આપોને સરસ્વતી રે લોલ
હું તો ગાઉં તમારા ગુણ ગાન
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

વાલે આપી કરતા મહેતાના હાથમાં રે લોલ
તમે ગાજો અમારા ગુણ ગાન
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

બાવન કામ કીધા નરસિંહ તણાં રે લોલ
તોયે આવ્યું નહીં અભિમાન
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

જે કોઈ ગાશે આ રાસ શિવજી તણો રે લોલ
એનો થાશે કૈલાશ માં વાસ
શિવે સમાધિમાં રાસ દીઠ્યો કૃષ્ણનો રે લોલ...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Comment