MENU

Fun & Interesting

અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Ganesha Kirtan 91,215 lượt xem 11 months ago
Video Not Working? Fix It Now

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન _________________
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ શ્યામ જરાં વેલેરો આવજે
મૌત મારૂં આવે મારા ઘરના મંદિરમાં
ગંગા જળ તુલસી પાન હોય મારા મુખમાં
ધ્યાન રહે જોજે ના ભુલાય શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ......
મોહ માયા મમતા મને રહે નહીં મનમાં
રોગને ઉપાધી આવે નહીં તનમાં
સુખેથી નીકળે મારા પ્રાણ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ..‌...‌‌
જોજે ના જમડા આવે મારી પાસમાં
સુરતા રહે મનમાં ને ધ્યાન અંતર માં
શ્વાસે શ્વાસે રટુ તારૂ નામ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ.....
એટલું તું કરજે મારૂ કામ......
કાન પાંસે આવી કાન બંસરી બજાવજે
દર્શન કરવા ને સાથે રાધાજી ને લાવજે
દર્શન કરતાં જાય મારા પ્રાણ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ......
એટલું તું કરજે મારૂ કામ.......
સુણો શ્રી નાથજી એટલી અરજ છે
બાળક બચાવવા એ તારી ફરજ છે
ઉતારજો ભવ સાગર પાર શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ શ્યામ જરાં વેલેરો આવજે

Comment