એવી ધરતી રે ધ્રુજી ને આકાશ ધ્રુજીયા 🙏🏻🙏🏻🙏🏻અમારું પુરુ ગીત નીચે લખેલ છે
ધરતી ધ્રુજી ને આકાશ ધ્રુજીયા
ધ્રુજવા લાગી દુનીયાની બજાર રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
નવ નવ વાગે ધરતી કંપ થયો
કચ્છ ભુજ હાલોક ડોલક થાય રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
26 તારીખ ને શુક્રવાર હતો સાડા નવે કરો કાળો કેર રે ધરતી માતા આવો જુલમ નોતો કરવોહેં એવા માહ મહિનો ને તિથિ બીજ હતી
હેં એવા માહ મહિનો ને તિથિ બીજ હતી
લગ્ન કેરા મંગલીયા વર્તાય રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
પેહલો રે આંચકો નવ જાણીયો
બીજે આંચકે જાણીયો તારો ક્રોધ રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
કચ્છ ની શેરીએ લાશુ ના ઢગળા
બાળકો તારા ખાંપણ વગર જાય રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
છોરુ કછોરું માડી થાય તો
માતા તણા કુમાતા નો થાય રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
બેની લૂંટાણી ભાણેજ લુટીયા
લૂંટાણા કાય બેની ના બાંધવ રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
કયંક ના મોડ બંધા માડી વય ગયા
કયંક ના માડી ભૂંસાઈ ગયા સિંદૂર રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
માવતર ગયા ને છોરુ રજળે
હવે એની કોણ લેશે સંભાળ રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
કયંક નો સંસાર સુણો થઈ ગયો
કયંક નો સાવ મટી ગયો વંશ રે ધરતી માતા જુલમ નોતો કરવો
હારે એવા ઝુંપડા ઉડાડી બંગલા ભાંગીયા
કયંક ના માડી ઉતારા અભિમાન રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
હારે એવા પૃથ્વી માથે પાપ વધીયા
તેનો તને લાગતો ભાર રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
શેષ નાગ ના શિરે માડી બેસણા
રાખજે માડી ભક્તિ કેરી લાજ રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો
ધરતી ધ્રુજી ને આકાશ ધ્રુજીયા
ધ્રુજવા લાગી દુનીયાની બજાર રે ધરતી માતા આવો જુલમ નોતો કરવો #creative #ramamandal #ytshortsindia