ધમાકેદાર બે ફટાણા નીચે લખેલા છે Lagan Fatana | Gujarati Lagan Geet | Gujarati Fatana
ફટાણા:-
શિયાળાની સીઝન આવી ઠંડા મીઠા ફાલસા
કોને કોને ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા
વિભા વહુ ની ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા
ફાલસા ખાઈને ફૂલી ગઈ પતાસા ખાઈને પેઢી ગઈ ગોળ ખાઈને ગળી ગઈ કીડીઓ ઘરમાં તાણી ગઈ ઠંડા મીઠા ફાલસા
શિયાળાની સીઝન આવી ઠંડા મીઠા ફાલસા
શોભના વહુ ને ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા
ફાલસા ખાઈને ફૂલી ગઈ પતાસા ખાઈને પેઢી ગઈ ગોળ ખાઈને ગળી ગઈ સાકર ખાઈને સડી ગઈ કીડીઓ ઘરમાં તાણી ગઈ ઠંડા મીઠા ફાલસા
શિયાળાની સીઝન આવી ઠંડા મીઠા ફાલસા
જીગર વોવ ને ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા
ફાલસા ખાઈને ફૂલી ગઈ પતાસા ખાઈને પેઢી ગઈ ગોળ ખાઈને ગળી ગઈ સાકર ખાઈને સડી ગઈ ઉંદર દરમાં તાણી ગયા ઠંડા મીઠા ફાલસા
રેડીયા તારા અવળા સવળા સ્ટેશન મોટા ને ઘેરે ફેશન સોપારી સવા લાખની
વિભા વહુ અંબોડાની ફેશન અંબોડામાં જાળી લાગે છે બહુ જાડી સોપારી સવા લાખની
રેડીયા તારા અવળા સવળા સ્ટેશન મોટા ને ઘેરે ફેશન સોપારી સવા લાખની
શોભના વહુ ને ઝાંઝરીની ફેશન ઝાંઝરીમાં ઘૂઘરી લાગે છે બહુ સુગરી સોપારી સવા લાખની
રેડીયા તારા અવળા સવળા સ્ટેશન મોટા ને ઘેરે ફેશન સોપારી સવા લાખની
આસ્થા વહુ ને સેલાની ફેશન સેલા ઉપર સાડી લાગે છે કેવી બાડી સોપારી સવા લાખની
રેડીયા તારા અવળા સવળા સ્ટેશન મોટા ને ઘેરે ફેશન સોપારી સવા લાખની
#gausevaofficial #merriage #fatana #newfatana #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #marriage