માંડવડે કાંઈ ઢાળોને બાજોઠી ((લગન ગીત નીચે લખેલું છે)Lagan Geet | Gujarati Lagan Geet | Gujarati Song
ગીત:-
માંડવડે કાંઈ ઢાળોને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવટી
તેડાવો રે મારે આશા પરીના જોશી કે આજ મારે લખવી છે કંકોત્રી
બંધાવો રે મારે આદર્શ ભાઈ ને છેડે કે જાય બેન પૂર્વીબેન ઘેરે નોતરા
બેની રે તમે સુતા છો કે જાગો તમારે મૈયર પગરણ આદર્યા
વીરા રે તમે કયા દેશ થી આવ્યા કયા દેશ નગરી તમારા બેસણા
બેની રે અમે ગોલવાડ દેશ થી આવ્યા ભાવનગર નગરી અમારા બેસણા
વીરા રે તમે કયા ભાઈના બેટા કયા બા માતાને ઉદર વશ્યા
બેની રે અમે હર્ષદભાઈના બેટા શોભના બા માતાને ઉદર વસ્યા
વીરા રે મને છોરુડે હર વાળી કે વાછરો વાર્તા વીર નો ઓળખ્યો
વીરા રે હું ઘડતરિયાની ઘેલી કે આંગણે આવ્યો વીર નો ઓળખ્યો
વીરા રે તમે રહો તો રાંધો લાપસી
વીરા રે તમે ચાલો તો કઢીયલ દૂધ કે આંગણે આવ્યો વીર નો ઓળખ્યો
વીરા રે તમે રહો તો પટોળા પેરવી
વીરા રે તમે ચાલો તો દખ્ણીના ચીર કે આંગણે આવ્યો વીર નો ઓળખ્યો
મોર્ય રે મારે આદર્શ ભાઈ ના ઘોડા કે પડઘી વાગે ધરતી ધમધમે
વચમાં રે મારે ગોપી બેનના મામા કે હીરા ચળકે રે સોના તણા
વાહે રે ઓલો વિશાલ છે કામઠીયો કે કામઠ તાણે કોહા કડકડે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage #marriage