આડી વાડી ફુલડીયા ની વાડી મોતીડે રતન જડિયા રે (લગન ગીત નીચે લખેલું છે) Lagan Song | Gujarati Geet
ગીત:-
આડી વાડી ફુલડીયા ની વાડી મોતીડે રતન જડિયા રે
ત્યાં બેઠા નિધી બા બેની દાદાશ્રીને વિનવે રે
દાદા અમને એવર પરણાવો એ વર છે વેવારીયા રે
ભણતા તા ભટ્ટની નિશાળ અક્ષરે બેનના મન મોયારે
આડી વાડી ફુલડીયા ની વાડી મોતીડે રતન જડિયા રે
ત્યાં બેઠા જાનુ બા બેને કાકાશ્રીને વિનવે રે
કાકા અમને એવર પરણાવો એ વર છે વેવારીયા રે
રમતા તા બાવળી બજાર દડુ લે બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી મોતીડે રતન જડિયા રે
ત્યાં બેઠા ખુશીબા બેની મામાશ્રીને વિનવે રે
મામા અમને એ વર પરણાવો એ વર છે વેવારીયા રે
નહાતા તા સરોવરની પાળ અંગોળે બેનના મન મોયા રે
આડી વાડી ફુલડીયા ની વાડી મોતીડે રતન જડિયા રે
ત્યાં બેઠા નિધી બા બેની વીરાશ્રીને વિનવેરે
વીરા અમને એવર પરણાવો એ વર છે વેવારીયા રે
જમતા તા સોનાની થાળી કોળીએ બેનના મનમોયારે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage