ચોખા કરતા કણકી મોટી હા જીને હરિયા જી (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Song | Fatana
ગીત:-
ચોખા કરતા કણકી મોટી હા જીને હરિયા જી
કિશનભાઇ કરતા જીગલ વહુ મોટી હા જીને હરિયા જી
કિશનભાઇ તો ઓફિસેથી આવ્યા હા જીને હરિયા જી
થાક્યા પાક્યા જમવા બેઠા હા જીને હરિયા જી
જીગર વહુ તો થાળી પીરસે હા જીને હરિયા જી
જમતા જમતા હસતા પૂછો હા જીને હરિયા જી
આપણા બેયમાં કોણ મોટો હા જીને હરિયા જી
ખાતા ખાતા બહુ ખીજાણા હા જીને હરિયા જી
જમતા જમતા ઝઘડી પડ્યા હા જીને હરિયા જી
અમથા અમથા ઉમટી પડ્યા હા જીને હરિયા જી
બાંધતા બાંધતા ચોરે આવ્યા હા જીને હરિયા જી
ચોરે બેઠા ભાભા એ પૂછ્યું હા જીને હરિયા જી
અરે કિશનભાઇ શેમાંથી આ હા જીને હરિયા જી
જમવા બેઠા એમાંથી આ હા જીને હરિયા જી
રોટલો માંગો તો રોવા બેસે હા જીને હરિયા જી
રોટલી માગુ તો રોજડા રોવે હા જીને હરિયા જી
શાક માગો તો થણકા કરે હા જીને હરિયા જી
આસન માંગો તો આઘી ભાગે હા જીને હરિયા જી
દૂધ માગો તો ડખો કરે હા જીને હરિયા જી
દહીં માંગુ તો ડોળા કાઢે હા જીને હરિયા જી
છાશ માંગુ તો છણકા કરે હા જીને હરિયા જી
ચટણી માંગુ તો ચીટીયા ભરે હા જીને હરિયા જી
અથાણું માગો તો આંટા મારે હા જીને હરિયા જી
મીઠાઈ માંગુ તો મોઢું મરડે હા જીને હરિયા જી
ગોળ માગો તો ગાળો બોલે હા જીને હરિયા જી
ભાત માગો તો મને ભાઠા મારે હા જીને હરિયા જી
પાપડ માગો તો પાટા મારે હા જીને હરિયા જી
કાચરી માંગુ તો કટ કટ કરે હા જીને હરિયા જી
પાણી માગો તો પાછી વાગે હા જીને હરિયા જી
મુખવાસ માગો તો મૈયર ભાગે હા જીને હરિયા જી
ચોખા કરતા કણકી મોટી હા જીને હરિયા જી
કિશનભાઇ કરતા જિગર વહુ મોટી હા જીને હરિયા જી
#gausevaofficial #merriage #fatana #newfatana #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage