માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે (લગન ગીત નીચે લખેલું છે) Lagna Song | Gujarati Song
ગીત:-
હૈયામાં રાખજે તું રુદિયામાં રાખજે
માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે
સાસરિયામાં બેની સંપીને રહેજે સાસરીયા ના વખાણ તારા પિયરિયામાં કરજે
કરિયાવરમાં લઈ જજે તું કનૈયાને મૂર્તિ સવારે ઊઠીને બેની સેવા પૂજા કરજે
સવારે ઉઠતા બેની ગણપતિ સમરજે ધરતી માતાને તું નમન કરજે
સ્નાન કરતા ગંગા જમના સમર્જે સૂર્યદેવને નિત્ય અર્ધ તું આપજે
તુલસીનો ક્યારો તારા આંગણિયે રોપાવજે શાલીગ્રામ ની સેવા બેની રોજ તું કરજે
શ્રી કૃષ્ણ શરણમ મમ ના ઝાપ તું જપજે ગીતા ના પાઠ બેની કાયમ કરજે
રસોડાના કામ બેની જાતે તું કરજે સૌને જમાડીને પછી તું જમજે
સાસુ સસરાની સેવા રે કરજે પતિને પરમેશ્વર માની પૂજા એની કરજે
વડીલોને પૂછી તારા પિયરીએ પધારજ પિયરીયાની લાજ તારા સાસરીયે વધારજે
નાના મોટાને માન તું આપજે મીઠી વાણી બોલી સૌને ગમતી થાજે
માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage