આલાલીલા વાસ વઢાવો તેની ગુથાવો નવરંગ ટોપલી (લગન ગીત નીચે લખેલું છે) LaganGeet | Fatana | GujaratiSong
ગીત:-
આલાલીલા વાસ વઢાવો તેની ગુથાવો નવરંગ ટોપલી
એ ટોપલી શાહપુર મોકલાવો રે વિનુ જમાઈને શોભે નવરંગ ટોપલી
ડેલીયે ચડી હર્ષદભાઈ જુવે રે કયા તે ગામના નટીયા આવ્યા નાચવા
નાચ્યા કુદીયા રાત મધરાત્રે કોઈએ નો આપ્યો બટકોક રોટલો
આલાલીલા વાસ વઢાવો રે તેની ગોથાઓ નવરંગ ટોપલી
એ ટોપલી ગઢડા મોકલાવો રે સંજય જમાઈને શોભે નવરંગ ટોપલી
ડેલીયે ચડી અમિતભાઈ જોવે રે કયા તે ગામના નટીયા આવ્યા નાચવા
નાચ્યા કુદીયા રાત મધરાત્રે કોઈએ નો આપ્યો ગડીયુ બાજરો
આલાલીલા વાસ વઢાવો રે તેની રે ગુથાવો નવરંગ ટોપલી
એ ટોપલી રાજગઢ મોકલાવો રે નિલેશ જમાઈને શોભે નવરંગ ટોપલી
ડેલીયે ચડી બ્રિજેશભાઈ જુવે રે કયા તે ગામના નટીયા આવ્યા નાચવા
નાચ્યા કુદીયા રાત મધરાત્રે કોઈએ નો આપ્યો રોકડો રૂપિયો
ધબક ઢોલકી વાગે છે વિનુ જમાઈ આવે છે
આવતા આવતા ભૂલા પડ્યા ભંગિયા ના ઘરમાં જય ચડ્યા
ભંગીઓ કહે આવો ભાઈ બેસો ભાઈ આપણે બેય માસીઆય ભાઈ
માસીઆય ભાઈ કેવાના ઢોલ વગાડવા જાવાના
ધબક ઢોલકી વાગે છે નિલેશ જમાઈ આવે છે
આવતા આવતા ભૂલા પડ્યા વાઘરીના ઘરમાં જય ચડ્યા
વાઘરી કે આવો ભાઈ બેસો ભાઈ આપણે બેય માસીઆય ભાઈ
માસીઆઈ ભાઈ કેવાના દાતણ નાખવા જાવાના
ધબક ઢોલકી વાગે છે સંજય જમાઈ આવે છે
આવતા આવતા ભૂલા પડ્યા બાવાના ઘરમાં જય ચડ્યા
બાવા કે આવો ભાઈ બેસો ભાઈ આપણે બેય માસીઆઈ ભાઈ
માસીઆય ભાઈ કેવાના લોટ માગવા જાવાના
#gausevaofficial #merriage #fatana #newfatana #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #marriage