લગનના 2 ફટાણા નીચે લખેલા છે Fatana | Lagan Geet | Gujarati Lagan Song | Gujarati Song
ગીત:-
શનિ રવિને સોમ રોહિતભાઈ કરે ફોન એલી વિભા લગનમાં સીધી ચાલ જે
ધંધુકામાં હતી ત્યારે પવડા સાટુ રોતી એલી વિભા લગનમાં સીધી ચાલ જે
સુરતમાં આવી ત્યારે ચિપ્સ ખાતા શીખી એલી વિભા લગનમાં સીધી ચાલ જે
શનિ રવિ ને સોમ કિશનભાઇ કરે ફોન એલી જીગર લગનમાં સીધી ચાલશે
ભાવનગરમાં હતી ત્યારે આંબીલા સાટો રોતી એલી જીગર લગનમાં સીધી ચાલજે
સુરતમાં આવી ત્યારે પિસ્તા ખાતા શીખી એલી જીગલ લગનમાં સીધી ચાલશે
શનિ રવિને સોમ હર્ષદભાઈ કરે ફોન એલી શોભના લગનમાં સીધી ચાલશે
ઢીકવાળી માં હતી ત્યારે ભૂતડા સાટુ રોતી એલી શોભના લગનમાં સીધી ચાલશે
ભાવનગરમાં આવી ત્યારે બરફી ખાતા શીખી એલી શોભના લગનમાં સીધી ચાલશે
એક ચૂલે દાળ ભાત રોટલી થાય બીજા ચૂલે શાક રોટલી થાય
રોહિતભાઈ ને જમવા વેળા થાય વિભા વહુ કુતરા જોવા જાય
ભૂંદરી ક્યાં ગઈ તી મધરાત આયુષ રડીને કાઢી રાત
એક ચૂલે દાળ ભાત રોટલી થાય બીજા ચૂલે શિખંડ પૂરી થાય
જયેશભાઈ ને જમવા વેળા થાય સોનલ વહુ ભૂદરા જોવા જાય
કુતરી ક્યાં ગઈ તી મધરાત તકશે રડીને કાઢી રાત
એક ચૂલે દાળ ભાત રોટલી થાય બીજા ચૂલે શિખંડ પૂરી થાય
બ્રિજેશભાઈ ને જમવા વેળા થાય આસ્થા વહુ મીંદડી જોવા જાય
મીંદડી ક્યાં ગઈ તી મધરાત નેત્રીએ રડીને કાઢી રાત
#gausevaofficial #merriage #fatana #newfatana #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #marriage