ભજન નીચે લખ્યું છે.લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ. વડોદરા.
લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો (2)
તારી મોરલીના નાદે મને રંગ લાગ્યો
તારા ઢોલ ને નગારે મને રંગ લાગ્યો
લાગ્યો લાગ્યો રે........
તારા કિરતાલ ના તાલે મને રંગ લાગ્યો
તારી ખંજરીના તાલે મને રંગ લાગ્યો
લાગ્યો લાગ્યો રે.........
તું તો મથુરાની જેલમાં જન્મયો હતો
તે તો જેલના તાળા તોડયા હતા
લાગ્યો લાગ્યો રે.........
તું તો મથુરાથી ગોકુળમાં આવી રે રહયો
તે તો દેવકી માતાને છોડી રે દીધા
લાગ્યો લાગ્યો રે..........
તે તો મામા કંસને મારી રે નાખ્યા
આખા જગતનો નાથ થઈ ઉભો રે રહયો
લાગ્યો લાગ્યો રે.........
તું ભજન મંડળમાં આવી રે ગયો
તું તો સખીયોના દિલમાં વસી રે ગયો
લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો
તારી મોરલીના તાલે મને રંગ લાગ્યો