લખેલું છે 🌹 હોળીનું સ્પેશિયલ 🌹હાલ હાલ હાલ કાના હોળી રમાડું 🌹 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
રાગ : હો હો રે કાન લાગે રૂપાળો
............................ભજન........................
હાલ હાલ હાલ કાના હોળી રમાડું
યમુનાને ઘાટે તને રંગમાં રમાડું હાલ હાલ હાલ કાના.........
તાંબા તે કુંડી રંગે ભરી છે
રંગભેર રમવા આવો હો કનૈયા હાલ હાલ હાલ કાના.......
હાલ હાલ હાલ કાના હોળી........
રાધા રંગીલી બની રમવાને આવી
રૂમઝુમ રૂમઝુમ નાચવાને લાગી હાલ હાલ હાલ કાના........
હાલ હાલ હાલ કાના હોળી........
અબીલ ગુલાલ વાલે ખોબલે ઉડાડીયા
રાધાજીના ગોરાં ગોરાં ગાલ રંગાયા હાલ હાલ હાલ કાના હોળી....
હાલ હાલ હાલ કાના હોળી........
કનક પિચકારી વાલે રાધાજીને મારી
રાધાની નવરંગ સાડી ભીંજાઈ હાલ હાલ હાલ હાલ.........
હાલ હાલ હાલ કાના હોળી..........
ગોપ અને ગોપીઓની ટોળી રે આવી
રસીયા ને રંગમાં દીધો ઝબોળી હાલ હાલ હાલ કાના હોળી.......
હાલ હાલ હાલ કાના હોળી..........
કેસુડાનાં રંગે ગોવાળો રંગાયા
ગોપ અને ગોપીઓના મુખડા રંગાયા હાલ હાલ હાલ કાના.......
હાલ હાલ હાલ કાના હોળી..........
નાચે ઘેરૈયા અવનવાં રૂપમાં
કેસરીયા વાઘા ભીંજાયા છે રંગમાં
હાલ હાલ હાલ કાના હોળી.........
વલ્લભના સ્વામી પ્રભુ શામળીયા લાલજી
ભક્તોના હૈયા વ્હાલે રંગમાં રંગાયા હાલ હાલ હાલ કાના.........
હાલ હાલ હાલ કાના હોળી..........
યમુનાને ઘાટે તને રંગમાં રમાડું હાલ........
હાલ હાલ હાલ કાના હોળી............