લખેલું છે 🌹યુ ટ્યુબ પર પહેલીવાર,🌹ખેલે છે રે ખેલે છે મારો કનૈયો હોળી 🌹 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ.
જો તમને અમારા ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
રાગ: આવે છે રે આવે છે કાન હોળી રમવા.......
................................ભજન.......................
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો હોળી ખેલે છે (૨)
આવી છે આવી છે આજ ફાગણની હોળી આવી છે
આજે તો વસંતની ફોરમ ફાલી છે
સખીઓના મન હરખાવે છે મારો કનૈયો હોળી.......
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો...........
મોર મુગટ ને કાનોમાં કુંડળ
હાથમાં રંગ પિચકારી છે મારો કનૈયો હોળી.........
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો..........
પીળાં પીતાંબર જરકસી જામા
રાધાની ચુંદડી રંગે છે મારો કનૈયો હોળી.........
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો........
ગોકુળ ગામનાં ઘરે ઘરેથી
ડભોલી ગામનાં ઘરે ઘરેથી
રંગ રમવા બોલાવે છે મારો કનૈયો હોળી.......
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો.......
અબીલ ગુલાલ ને કેસુડા ભર્યા
કાનો રાધા સંગે રમે છે મારો કનૈયો હોળી..........
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો........
વાટે મને રંગે રે રંગી
કેસુડાનાં રંગ ભરી પિચકારી મારો કનૈયો હોળી........
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો હોળી......
ખેલે છે રે ખેલે છે મારો કનૈયો હોળી ખેલે છે
આવી છે રે આવી છે આજ ફાગણની હોળી આવી છે